Majlis-e-Sabilut-Tauheed Charitable Trust

About Us

MAJLIS-E-SABITUL-TAUHEED CHARITABLE TRUST

આજથી ૨૩ વર્ષ પૂર્વે કર્ણાટકના હલિયાલ-દાંડેલી જેવા જંગલ વિસ્તારના ઈલાકા સાથે દાવતો તબ્લીગની મુબારક નિસબતથી જે નાતો જોડાયો હતો તે સિલસિલો ૨૦૦૮ સુધી દાવતની નિસબત સાથે જોડાયેલો રહ્યો. પરંતુ ૨૦૦૮ ના છેલ્લા સફળ પછી આ રિશ્તો ઈલ્મી નિસ્બતથી વધારે મજબૂત થયો.

૨૦૦૮ મા કાદિયાનીયતના આવેલ પુરમાં ખાસ કરીને અહિયાની હબસી બિરાદરી ગરક થઈ રહી હતી, એવા નાઝુક સમયે બંદાએ ઉમ્મતના અકાબિર સમા મવ.મહમદ હનીફ સા. લુહારવી (દા.બ.), મુફતી અબ્દુલ્લાહ સા. મઝાહિરી (દા.બ.) તથા મવ. ખલીલ અહમદ દીવાવાલા સા. (દા.બ.) તથા અનેક ઉલમાઓ સમક્ષ રજુ થઈ ઉમ્મતના હાલાત બદલવા મદદ માંગી અલ્લાહના આ નેક બંદાઓએ તમામ લાઈનથી જાની–માલી તઆવન સાથે બંદાને હિમ્મત આપતા ગયા. શરૂઆતમાં નાના—નાના મકતબો શરૂ થયા અને ધીમે-ધીમે એક દીની મરકઝની જરૂરત મહેસુસ થઈ. સને ૨૦૧૩માં ગુજરાત તથા કર્ણાંકના ૧૧ સભ્યોની કમિટિ રચી દાંડેલી (જી.કારવાર) ખાતે “મદ્રસહ સબિલુત્તૌહિદ ટ્રસ્ટ” ની સ્થાપના કરવામાં આવી. ધીમે-ધીમે સબિલુત્તૌહિદ નું કાર્યવિસ્તરતું ગયું અને અલ્લાહ તઆલાએ પોતાના નેક, સખી દિલ બંદાઓનું રૂખ આઈલાકા તરફ ફેરવી દીધું.

આજે ટ્રસ્ટ પોતાની વિવિધ ખિદમતો રૂપે ૬ જીલ્લાના ૩૮ તાલુકામાં ફૈલાઈ એકજ સાથે એકજ સમયે વિવિધ તાલીમી વિભાગો અત્યંત સક્રિયતા, સફળતા, સજાગતા અને ધગશ સાથે ચલાવી રહ્યો છે.

Twenty-three years ago, a connection was established between the Haliyaal-Dandeli region of Karnataka and the Tablighi Jamaat. This connection remained strong until 2008, when it became even stronger after the last success in 2008.

In 2008, a flood of Qadianism swept through the region, especially the Ahyani Habshi community. In this delicate time, the author approached the great scholars of the Ummah, including Mawlana Muhammad Hanif Saheb Luharvi (D.B.), Mufti Abdullah Saheb Mazaheri (D.B.), Mawlana Khalil Ahmad Diwawala Saheb (D.B.), and many others, and sought their help to change the conditions of the Ummah. These pious servants of Allah gave the author encouragement with all kinds of support, both physical and financial.At first, small madrassas were started, and then the need for a religious center was felt. In 2013, a committee of 11 members from Gujarat and Karnataka was formed and the “Madrasa Sabilut-Tauheed Trust” was established in Dandeli (G.Karwar). Gradually, the work of Sabilut-Tauheed expanded, and Allah Almighty turned the faces of His pious, kind-hearted servants towards the region.

Today, the Trust is spreading its various services in 38 talukas of 6 districts, and at the same time, it is running various training departments with great enthusiasm, success, awareness, and zeal.